Wednesday 11 July 2012

સંબંધ


લાગણીઓ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે?
કહ્યા વિના એ સમજે સધળું એવા સગપણ ક્યાં છે?



હવે તો રીસવામાં પણ  વિચાર કરવો પડે. કારણ કે જો કોઈ મનાવે નહિ  તો Anxity અને frustration માં વધારો થાય .  સંબંધની ઇજ્જત રાખવી હોય તો બહુ અજમાવા નહિ It is better to bend then to break, અને જો Relations  ને કસોટી ને એરણ પર ચડાવવા જ હોય તો સ્વાર્થ અને બેવફાઈ ની આંટી ઘુટી ને ઉકેલવાની તૈયારી રાખવી. હા આ જગત વિશ્વાસ પર જ ટકેલું છે.  With Condition Apply.  સંબધ સાચવવા માટે ગમ ખાઈ જવાની પણ એક અલગ જ લિજ્જત છે પરતું એનો અતિરેક મન ના વિષાદનું કારણ બને છે. માટે જ ક્યારેક  ગુસ્સે થવું વ્યાજબી છે અને હા જો સંબધો 24 કેરેટ હશે તો એ નાનકડી હલચલ જીવન માં મધુરતા લાવશે. રીસાવું અને મનાવવું એ રમત તો જ આનંદદાયી  નીવડે જો તેમાં રીસનાર અને મનાવનાર પાત્ર બદલતા રહે......   – વિરલ એમ. પારેખ