Tuesday 14 January 2014

First "Sankrat" away from Gujarat

કેરિયરની કેરી કંડારવા માટે  કેટ કેટલાય  Adjustment કર્યા...
લાઈફને સમૃદ્ધ કરવા કેરિયર બનાવો. અને એ કેરિયર બનવવા માટે જીવનના સહજ પ્રાપ્ય ખુશીઓના ભંડાર સમી ક્ષણોનું બલિદાન કરો.. !!!

જીવનની પહેલી સંક્રાત કે જે ઘરથી દૂર, ગુજરાતથી દૂર..
આજે નાનપણમાં લખેલા  નિબંધ યાદ આવે છે..   "મારો પ્રિય તહેવાર મકરસંક્રાતી".

લખવા માટે તો ખુબ લખી શકાય પણ,  આ તહેવાર સાથે સંકળાયેલી લાગણી ને અનુભવવા માટે અમુક શબ્દો પૂરતા છે...


પતંગ
, ચીલ , રોકેટ , ચાંદો , તિરંગો ,  સુરતી માંજો, ભગવાન દોરા, ખેંચનો, ઢીલનો , ગેંડા છાપ , ચીપટા, ગુંદર પટ્ટી, ઊંધિયું, જલેબી,  તલની લાડુડી, ચીક્કી, જીંજરા, બોર , 'બાયનોક્યુલર', ટુક્કલ, ખીચડો..
 

અગાસી ગમે તેટલી ઉંચી હોય.. ફરક ના પડે... પણ   પાડી પર ચડીએ  તો  પતંગ સારી ઉડે.. :)

સંક્રાંતની આગલી રાતે મોડે સુધી  "સદર બજાર"માં  પતંગ-દોરા ની shopping અને  "જોકર"ના ગાઠીયા..
 

I wish કે  ગુજરાતની બહાર.. આ મારી પહેલી અને છેલ્લી  સંક્રાંત હોય....
બાકી કાલે તો  "કાઈપો છે
...." કાનમાં ગુંજ્યા કરશે.O:-)