Wednesday 28 December 2011

दिल से दिल की सगाई – Story Of My Sister’s Engagement


 દરેકના ઘરે પ્રસંગ આવતા હોય  અને સ્વાભાવિક રીતે દરેકના માટે એ ખુબજ precious  હોય.  અને મારા માટે  આવા જ એક  precious પ્રસંગની વાત અહી લખી રહ્યો છું. મેં જોયેલા દરેક પ્રસંગ પછી તે સગાઇ હોય કે લગ્ન હોય કે પછી  birthday party હોય એને કચકડે (photograph) મઢવામાં આવે. હા આ પ્રસંગની પણ videography  અને photography થઇ છે પણ આજે આ પ્રસંગ ને મારે દિલની લાગણી અને દીદી પ્રત્યે ના વહાલ થી મિશ્રિત શબ્દોથી યાદગીરી રૂપે કંડારવો છે.  આજે (માગસર વાદ એકમ , 11/12/11 sunday ) ના શુભ દિવસે મારી dearest  બહેન ખ્યાતી ની ચિ. હાર્દિકકુમાર સાથે  સગાઇ હતી.  મિત્રો, પોતાની ઘરે પ્રસંગ હોય એની મજા જ કઈક જુદી છે....   દિવસો થી એ એક દિવસ માટે તૈયારી થતી હોય, ખરીદી થતી હોય, ઘરમેળે ચર્ચા-વિચારણા થતી હોય... એક મસ્ત મજા ના તહેવાર જેવું લાગે :-) . luckily વેકેશન હોવાથી આ પ્રસંગને પૂરી રીતે માણી શક્યો અને પપ્પાને કામ માં મદદરૂપ પણ થઇ શક્યો :-).


              હા તો દિવસની શરુવાત થઇ સવારે  ૬ વાગે થઇ. ખાસ દિવસ હોય ૩-૪ આલાર્મ મુકેલા હતા  હા...હા...હા....   :-) :-) :-). પછી લગભગ સાતેક વાગે દીદીને cinderlaa બ્યુટીપાર્લરમાં  drop  કરવા ગયો. અને ત્યાં મનોમન  બ્યુટીપાર્લરના madam ને કીધું “મારી દીદી ને cindrella  બનાવી દેજો !!” અને પછી દીદી ના ભાઈ એ પણ મસ્ત તૈયાર થવું પડેને !!!! :-) અને આજે “મા” કામ માં થોડી વ્યસ્ત હોવાથી vacation માં પહેલી વાર “કાના” ( ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ) ને જગાડવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. પછી    મસ્ત શેરવાની પહેરી તૈયાર થયો  અને લગભગ સાડા નવ વાગ્યે cindrella સાથે  ખીજડાવાળી પહોંચ્યો...

                                       હજી  guests ને  કંકોત્રીમાં આપેલા time ને  ૧ કલાકની વાર હતી. DVD ચેક કર્યું પેલું  background માં મસ્ત instrumental music  વાગ્યા કરે એટલે મજા આવે ને..., એક-દમ સમયસર  પોરબંદરથી bus  આવી ગઈ ( જીજાજી મૂળ પોરબંદરના છે એટલે relatives પણ ત્યાં હોય ને ) પછી તરત જ આગંતુક  મહેમાનોની આગતા-સ્વાગતા કરી અને નાસ્તો કર્યો. ધીમે ધીમે  બધા આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા.

                લગભગ પોણા બાર  વાગે શ્રીફળ વિધિ કરાવી  પછી  સાડા  બાર વાગ્યે ચુંદડી ઓઢાડવાની વિધિ કરી. અને મસ્ત માહોલ જામ્યો તો....    ત્યારબાદ  ring ceromany  અને  cake cutting કર્યું... , ring ceromany માટે રીંગ રાખવા સુરેશભાઈજીએ મસ્ત tray  બનાવી હતી. આવી જ નાની નાની બાબતો થી જ પ્રસંગ live  બનતો હોય છે.  hey hey  એક વાત કેવાની રહી ગઈ  આવા  functions  માં ખાસ કરીને ladies (writing with full respect )  ને સજીધજી ને  Phota  પડવાની ખુબ તાલાવેલી હોય હો.....!!!! (અને  હોવી પણ જોઈએ  :-) )  . અરરે cake cutting  વખતે તો બધી  બચ્ચા પાર્ટી  stage  પર આવી ગઈતી હો.....  કેક કાપીને પછી બચ્ચા પાર્ટી ને હવાલે જ કરી દીધી ખુબ મજા આવી ગઈ એમને હા….હા….હા....    પછી આવ્યો શુભેચ્છાઓ અને આશીર્વાદ ની વૃષ્ટિ નો  time…..  અને સાથે સાથે guest ને  ખાંડ ના પડા (બે દિવસ પહેલા જ mst attractive packing કરેલું હો !!!) નું વડીલ હસ્તકે વિતરણ , અને icecream  એ બધું તો ખરુંજ...

                હમમમ  now….. IT’S THE TIME TO DISCO… ;-)  :-)….  એ પ્રસંગ જ કયો કે જેમાં નાચ-ગાન ના હોય.....???? !!!!  so undoubtly I was the Coordinator of that session…  હા...હા...હા... આ પ્રસંગ ને ખાસ બનાવવા માટે કઈક ખાસ આયોજન કરી રાખ્યું તું ... પેલું  song  સાંભળ્યું છે ... ”तारो सा चमकता गहेना हो...  उस घर में खुशहाली आये जिस घर में तुम्हारी शादी हो..” ??   હા એ જ ગીત પર મેં dance  કર્યો .... અને  exact  એ movie  ની જેમ જ મારા cousins, મામા  અને  ભાઈ-ભાભી એ સાથ આપ્યો...   “मेरी बहेना की जेसी कोई बहेना नहीं... बिना उसके कही भी मुझे रहेना नहीं ...”   everyone enjoyed a lot…. ( એ મારા વખાણ નથી કરતો હો....!!  એ તો just  માહોલ મસ્ત create  થયો તો એમ કવ  છું ..... )    પછી વારો આવ્યો મારી દીદી અને cousins નો...   ખાસ જીજુ માટે દી’ એ “ये इश्क हाये बैठे बिठाये जन्नत दिखाए  हाय...”   એ સોંગ  પર dance તૈયાર કરેલો...  wow Mind blowing… :-) :-) :-)   અરે બોલો જેમને જમવા માટે ડીશ લઇ લીધીતી એ લોકો પણ dance જોવા આવી ગ્યાતા !!!!  પછી બધા ખુબ નાચ્યા... ખુબ મજા કરી....

           આવા પ્રસંગ માં  જમણવાર કેમ ભુલાય???     Life માં first time  પંચોલા ( હવે તો પાંચ નહિ ૧૦ કરતા પણ વધુ  લોકો હોય !!! )   માં જમવા બેસવા નો મોકો મળ્યો ( દીદી ના ભાઈ હોવાનું licence હતું ને !!!! ) , પછી બધા મહેમાનોને વિદાય આપી .... અને એક મસ્ત પ્રસંગ ની પુર્ણાહુતી થઇ.... :-)


                 હા. આ લખાણ વાંચનાર દરેકને ત્યાં કઈક આવા જ પ્રકાર ની સગાઇ થતી હશે ખરું ને ?? હા, રીતી રીવાજો માં ફેર હોય એ તો સ્વાભાવિક વસ્તુ છે પણ ઉમંગ અને ઉત્સાહ ની વાત કરીએ તો એમાં ફેર ના હોય....   જીવન નું ચક્ર તો હંમેશા ફરતું રહેવાનું પણ આવા function  જીવન નું કાયમી સંભારણું બની જાય.   હે પ્રભુ  જીવન માં આવી આનંદદાયી પળો આપવા બદલ તારો ખુબ ખુબ આભાર...