Tuesday, 14 January 2014

First "Sankrat" away from Gujarat

કેરિયરની કેરી કંડારવા માટે  કેટ કેટલાય  Adjustment કર્યા...
લાઈફને સમૃદ્ધ કરવા કેરિયર બનાવો. અને એ કેરિયર બનવવા માટે જીવનના સહજ પ્રાપ્ય ખુશીઓના ભંડાર સમી ક્ષણોનું બલિદાન કરો.. !!!

જીવનની આ પહેલી સંક્રાત કે જે ઘરથી દૂર, ગુજરાતથી દૂર..
આજે એ નાનપણમાં લખેલા  નિબંધ યાદ આવે છે..   "મારો પ્રિય તહેવાર મકરસંક્રાતી".

લખવા માટે તો ખુબ લખી શકાય પણ,  આ તહેવાર સાથે સંકળાયેલી લાગણી ને અનુભવવા માટે અમુક શબ્દો જ પૂરતા છે...


પતંગ
, ચીલ , રોકેટ , ચાંદો , તિરંગો ,  સુરતી માંજો, ભગવાન દોરા, ખેંચનો, ઢીલનો , ગેંડા છાપ , ચીપટા, ગુંદર પટ્ટી, ઊંધિયું, જલેબી,  તલની લાડુડી, ચીક્કી, જીંજરા, બોર , 'બાયનોક્યુલર', ટુક્કલ, ખીચડો..
 

અગાસી ગમે તેટલી ઉંચી હોય.. ફરક ના પડે... પણ   પાડી પર ચડીએ  તો  પતંગ સારી ઉડે.. :)

સંક્રાંતની આગલી રાતે મોડે સુધી  "સદર બજાર"માં  પતંગ-દોરા ની shopping અને  "જોકર"ના ગાઠીયા..
 

I wish કે  ગુજરાતની બહાર.. આ મારી પહેલી અને છેલ્લી  સંક્રાંત હોય....
બાકી કાલે તો  "કાઈપો છે
...." કાનમાં ગુંજ્યા કરશે..  O:-)

No comments:

Post a Comment